ચર્ચા પત્ર

                                                                  ચર્ચા પત્ર

                                                 સારસ્વત મિત્રો ,આ પૃષ્ઠ ઉપર મારા તથા આપ સૌના સ્વતંત્ર વિચારોને મારા દ્વારા રજુ કરવામાં આવ્યા છે .કોઈ પણ વિષય પર આપના સ્વરચિત કે અન્ય ના તમને ગમતા વિચારો આપ મૂકી શકો છો .આ માટે આપ નીચે આપેલા કોમેન્ટ બોક્ષમાં લખી શકો છો કે પછી મને નીચેના ઇમેલ એડ્રેસ પર ઇમેલ કરી શકો છો અથવા ફેસબુક ઉપર મને મેસેજ કરી શકો છો .
                                

                                 nimeshsathavara@gmail.com
                               

                                  nimeshsathavara@ymail.com
                        
                         અત્રે મારી સ્વરચિત કવિતાઓ મુકું છું .............
               જીંદગી માં બાકી પળ હવે કેટલી ?
               વધેલી ક્ષણોમાં પણ કુદરતની કટાક્ષ હવે કેટલી?
               કેમ જાણી શકાતું નથી ભવિષ્ય ને કે 
               હજી પણ કિસ્મતની કરુણ મજાક કેટલી ?
               જુના સપના તુટવાના ઘા તો હજી રુજાતા નથી 
                અને નવા સપનાની આંખોમાં ઉજાસ હવે કેટલી ?
               ક્યારેક હુજ પોતાને પુછુ છું કે 
               શું  પૂરી જીંદગીમાં તકલીફો જ છે ?
              કે પછી બાકી છે જીંદગી વઘી તેટલી 
              હજીય અંતરની ઈચ્છાઓ પૂરી થતી નથી કે 
             બાકી છે જીંદગીમાં ખાવાની ઠોકર હવે કેટલી?
             શું કૂદરતજ બધાયનો હિસાબ કરે છે કે 
              પછી આમાં માણસની સામેલગીરી કેટલી?
             માનું છું કે વાંક આપણોય હોય છે 
             પણ ભગવાન તારા સંજોગોની આમાં કારીગરી કેટલી?
             શું હજીય હદ આવી નથી તારી કસોટીની 
             કે પછી પૂરી થશે મારી જીંદગી વધી છે તેટલી 
             હે પ્રભુ તું કહે છે કે તને ભજવાવાળો તરી જાય છે 
             તો પછી આ માનવદેહનું હવે કલ્યાણ છે ક્યારે?
             કંટાળ્યો છું હવે હું જુના સંભારણાઓથી  
             નવા સંસ્મરણો મળે તેવી ખુશી આપીશ ક્યારે?
             મેં તો ઘણુંય ખોયું છે થોડું મેળવવા માટે 
             હવે બચેલા સમયમાં આનંદની પળો આવશે ક્યારે?
             જેને પોતાના ગણ્યા તેમને પણ એકવાર ઠુકરાવ્યા અમને 
             હવે તું તારી મોટાઈ બતાવીશ ક્યારે?
             શું હવે કોઈ સમય નહિ આવે મારા માટે નો 
             કે પછી રાહ જોઇને તે દિવસની જાશે જીંદગી 
             બધીય વાર તારું ધાર્યું જ કરીશ હેં  ભગવાન
              કે પછી આપીશ પસંદગીની ક્ષણ મને ક્યારે ?
              જોયેલ સપના તૂટ્યા તે તો સહન થઇ શક્યું 
              પણ તૂટેલા સપનાય હવે કેટલીવાર તોડીશ? 
             એકવાર તો પ્રભુ તારી હાજરીનો અહેસાસ કરાવ 
              કે પછી આવવું પડશે મારે પણ તારી જોડે?
              આમતો હું ખુબ સપના જોઉં છું કે પણ 
              તે તો સપના જોવા માટેનો આધાર તોડ્યો ક્યારે?
               હવે તો ઠોકરોના ઘાય રૂઝાતા નથી અને 
               આવી વારંવાર ઠેસ મારવાનું બંદ કરીશ ક્યારે? 
              "નથી  રહેવાતું હવે"એવી ફરિયાદ તો ક્યારનીય કરું છું 
                હવે તું મને લઇ જઈશ કે હું  આવું તારી પાસે? 
                હે મારા નાથ ,હવે કૃપા કરીને આવ મારી વારે 
                આમેય હવે તારા વીના હું વિનંતી  કરું પણ કોને?
                હવે તો થાક્યો છું બીજાને સમજાવવાની પળોજણ માંથી
                હવે તું જ સમજાવ કે પછી બોલવ મને તારી પાસે 
                કહેવાય છે કે કુદરત નો ન્યાય અજોડ છે 
                તો પછી આ મારી કસોટી છે કે કર્મોના ફળ ?
                કર્મો તો મેં એવાય ખરાબ નથી કર્યા વ્હાલા 
                કે આમ અધવચ્ચે દરિયો ભરીને આપે છે રૂદન 
                એકવાર આવીને સમજાવીશ મને કે પછી 
                 તડપતા તડપતા જ થશે અધુરી જીંદગી પૂરી?
       

 

 

સરદાર  વિશેની વાત.............................................

સરદાર વલ્લભભાઇ પટેલ દેશના વડાપ્રધાન કેમ ન
બની શક્યા? વડાપ્રધાન બની શકે
એવી સ્થિતિ એમની કોંગ્રેસ સંગઠનમાં નહોતી? અને
વડાપ્રધાન બની શકે એવી એમની સ્થિતિ હતી,
તો પછી વડાપ્રધાન પદ મેળવવામાં આ
સ્થિતિનો લાભ એમણે શા માટે ન ઉઠાવ્યો? અત્યંત
મહત્ત્વની તક હાથમાંથી એમણે જવા કેમ દીધી?
આવા અનેક સવાલો આજે પણ લોક માનસમાં ઘુમરાઇ
રહ્યા છે.
૧૯૩૯થી ૧૯૪૬ સુધી કોંગ્રેસના પ્રમુખપદે
રહેલા મૌલાના આઝાદની કેટલીક
ભૂમિકાઓથી ગાંધીજી તદ્દન નાખુશ હતા. આથી એમણે
પત્ર લખીને એમને સ્પષ્ટપણે જણાવ્યું કે હું
નથી ઇચ્છતો કે કોંગ્રેસના પ્રમુખપદ પર તમે રહો.
તમે મારા મત સાથે સહમત થતા હોવ તો તમારે એક
નિવેદન દ્વારા જાહેરમાં કહી દેવું જોઇએ કે હું
પ્રમુખ બનવા નથી માગતો. અંતમાં ગાંધીજીએ લખ્યું
છે કે મારી સલાહ માનવામાં આવશે તો હું
જવાહરલાલ નેહરુને પસંદ કરીશ.
ગાંધીજીનો આવો સ્પષ્ટ પત્ર વાંચી મૌલાનાએ એક
નિવદેન દ્વારા જાહેર કર્યું કે પોતે પ્રમુખ
બનવા માગતા નથી અને
પોતાના ઉત્તરાધિકારી તરીકે પં. નેહરુના નામનું
સૂચન કય્ર્ાંકુ. મૌલાના આઝાદના આ જાહેર
નિવેદનથી એમની આત્મકથા 'ઇન્ડિયા વિન્સ
ફ્રીડમ’માં જણાવેલી વાત કે ગાંધીજી એમને
હટાવીને સરદાર વલ્લભભાઇ પટેલને પ્રમુખ
બનાવવા માગતા હતા એ વાત આપોઆપ
જુઠ્ઠી સાબિત ઠરે છે.
મહાત્મા ગાંધીજી જાહેરમાં પંડિત નેહરુનું નામ
ઉચ્ચારે એ પહેલાં જ મૌલાનાએ જાહેરમાં પંડિત
નેહરુનું નામ ઉછાળ્યું હતું. ગાંધીજી અને
મૌલાના પંડિત
નેહરુના નામની તરફેણમાં હોવા છતાંય ૨૯ એપ્રિલ
સુધી ૧પમાંથી એકપણ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ
પંડિત નેહરુના નામની તરફેણ કરી નહોતી.
ઉપરથી ૧૨ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સરદાર
વલ્લભભાઇ પટેલના નામની તરફેણ કરતો ઠરાવ
મોકલ્યો. બાકીના પ્રાંતોએ આચાર્ય કૃપલાણીનું
નામ સૂચવ્યું હતું. આ પરિસ્થિતિમાં લોકશાહી ઢબે
સરદાર પટેલ જ ચૂંટાય એ સ્વયંસ્પષ્ટ હતું, પરંતુ
ગાંધીજી પંડિત નેહરુને પ્રમુખ
બનાવવા માગતા હતા.
આચાર્ય કૃપલાણીએ એમના 'મહાત્મા’
નામના પુસ્તકમાં રહસ્ય ખોલતાં લખ્યું છે:
'ગાંધીજીની ઇચ્છાનું પાલન કરતાં મેં
નેહરુજીના નામનો ઠરાવ મૂક્યો અને આ ઠરાવ પર
કાર્ય સમિતિના અન્ય થોડાક સભ્યોના હસ્તાક્ષર
માટે તેમની આગળ ધરી પણ દીધો. સરદાર આખો ખેલ
સમજી ગયા પરંતુ મૌન રહ્યા. તેમણે આ કાગળ
ગાંધીજીને દેખાડયો.’ ગાંધીજીના પૌત્ર
રાજમોહન ગાંધીએ એમના 'સરદાર પટેલ’
પુસ્તકમાં લખ્યંલ છે: 'ગાંધીજી સરદારના મનોભાવને
સમજી ગયા. તેમણે નેહરુ સામે આ વિષય છેડયો અને
કહ્યું કે, 'તમારું નામ કોઇપણ પ્રદેશ કોંગ્રેસ
સમિતિએ મોકલ્યું નથી.’
ગાંધીજીના સંસ્કારો જેના પર થોડાક પણ
પડયા હોય એવી વ્યક્તિ આવા વખતે શું કરે? તરત
પોતાનું નામ પાછું ખેંચી લે, પરંતુ નેહરુએ એવું ન કર્યું.
તેઓ મૌન રહ્યા. આનો ગાંધીજીએ એવો અર્થ કર્યો કે
નેહરુને પ્રમુખ નહીં બનાવાય તો એ સરદાર પટેલ
સાથે બીજા નંબરે કામ કરવાનું પસંદ નહીં કરે.
અર્થાત્ પંડિત નેહરુ બળવો કરશે. ગાંધીજીએ સમગ્ર
સ્થિતિ સરદાર પટેલને જણાવી અને તેમને નામ પાછું
ખેંચવાના કાગળ પર હસ્તાક્ષર કરવા કહ્યું. સરદાર
પટેલે સહેજ પણ ખચકાયા વગર, કાગળ પર
સહી કરી નાખી અને પોતાનું નામ પાછું ખેંચી લીધું.
આમ નેહરુ ચોથી વખત ગાંધીજીના હસ્તક્ષેપના લીધે
પ્રમુખ તરીકે ચૂંટાયા.
અગાઉ પણ ૧૯૨૯, ૧૯૩૬ અને ૧૯૩૯માં સરદાર પટેલે
કોંગ્રેસ સંગઠનનું ભારે સમર્થન હોવા છતાં પણ
ગાંધીજીની ઇચ્છાને માથે ચઢાવી પોતાનું નામ
પાછું ખેંચી લેવું પડયું હતું. જોકે સરદાર પટેલનું
જીવનધ્યેય સત્તા નહોતું છતાંય મોકો મળ્યો હોત
તો તેઓ એમની ક્ષમતા, યોગ્યતા અને નિષ્ઠાના બળ
પર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન ખૂબ જ
સહજતાથી બની ગયા હોત.
સત્તા મેળવવાનો આવો અવસર
હાથમાં આવ્યો હોવા છતાં સામેથી ત્યાગી દેવાનો ન
િર્ણય સહજ-સરળ નથી હોતો.
સરદાર પટેલના વ્યક્તિત્વની દૃઢતા અને
પ્રભાવનો સ્વીકાર કરતાં તત્કાલીન વાઇસરોય
બાવેલે ૮ જુલાઇ ૧૯૪૬ના રોજ બ્રિટિશ
સમ્રાટના નામે લખેલા એક પત્રમાં લખ્યું હતું:
'સરદાર વલ્લભભાઇ પટેલ કોંગ્રેસ કાર્ય
સમિતિની એક મહત્ત્વની વ્યક્તિ તરીકે ઓળખાય
છે, એમનું ચિત્ર બીજા કરતાં ખૂબ જ ઊંચું અને
શક્તિશાળી છે... આ બધામાં તેઓ
એકલા એવી વ્યક્તિ છે, જે ગાંધી સાથે આંખમાં આંખ
મેળવીને વાત કરી શકે છે.’ગાંધીજી સાથે કેટલીક
બાબતોમાં મતભેદ હોવા છતાં પણ સરદાર
વલ્લભભાઇ પટેલે એમની ઇચ્છાનું પાલન કર્યું,
એમની દરેક ઇચ્છા માથે ચડાવી અને જીવનમાં અંત
સુધી પંડિત નેહરુની ભૂલો સહન કરીને પણ એમને
પૂરો સહકાર આપ્યો. ૬ જુલાઇ ૧૯૪૬ના દિવસે
પ્રમુખપદ સંભાળતાં જ નેહરુએ ભૂલોની પરંપરા શરૂ
કરી દીધી. એમની વારંવારની ભૂલોનો ઉલ્લેખ
કરતાં સરદાર પટેલે મધ્યપ્રદેશના કોંગ્રેસ
અગ્રણી નેતા દ્વારિકાપ્રસાદ મિશ્રને ૨૯
જુલા ૧૯૪૬ના રોજ લખેલા પત્રમાં કહ્યું છે: 'આમ
તો તેઓ ચોથી વખત પ્રમુખ બન્યા છે પરંતુ હજુ પણ
તેમનો વ્યવહાર બાળકબુદ્ધિ જેવો છે, તેના કારણે
આપણે બધા અચાનક મુશ્કેલીમાં મુકાઇ જઇએ છીએ.
કાશ્મીરમાં એમની કાર્યવાહી, બંધારણ સભા માટે
શીખોને લઇને હસ્તક્ષેપ, અખિલ ભારતીય કોંગ્રેસ
સમિતિની બેઠક પછી તરત બોલાવેલી પત્રકાર
પરિષદમાં એમનાં વિધાનો વગેરે કાર્ય ભાવુકતાનું
પાગલપણું લાગે છે.
તેના કારણે આપણને બધાને ખૂબ મુશ્કેલી પડી છે.’
પત્રમાં આ બધું લખ્યું હોવા છતાં પણ સરદારે મિશ્રને
સલાહ આપી કે આપણે નેહરુના હાથ મજબૂત કરવાના છે
પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે
ગાંધીજી સરદારની સંગઠન ક્ષમતા, સમર્પણ
ભાવના, નેતૃત્વ આપવાની યોગ્યતાથી ખૂબ
સારી રીતે જાણકાર હોવા છતાં પણ
રાષ્ટ્રજીવનના આ અત્યંત મહત્ત્વપૂર્ણ વળાંક પર
સરદાર પટેલને આત્મત્યાગ માટે વિવશ કરી પંડિત
નેહરુને આગળ લાવવા શા માટે ઉતાવળા થયા હતા?
એક કારણ તો તેમણે એક વર્ષ પછી ૧ જુલાઇ,
૧૯૪૭ના દિવસે પોતાની પ્રાર્થના સભામાં આપ્યું
હતું કે 'હાલ જ્યારે અંગ્રેજો પાસેથી સત્તા લેવાઇ
રહી છે ત્યારે નેહરુને હટાવીને બીજા કોઇને
લાવી શકાય એમ નથી. તેઓ કેમ્બ્રિજના ગ્રેજ્યુએટ
છે, અને બેરિસ્ટર છે, તેઓ અંગ્રેજો સામે બરાબર સંવાદ
કરી શકે એમ છે.’ પરંતુ ગાંધીજીના આ તર્કમાં જરાય
દમ નથી. અંગ્રેજો સામે સંવાદ માટે
અંગ્રેજી ભાષા અને શષ્ટિાચાર કરતાં વધારે
બ્રિટિશ કૂટનીતિ અને આપણાં રાષ્ટ્રીય હિતોને
બરાબર સમજી શકે તે વધારે મહત્ત્વનું હતું.
ત્યારબાદના ઇતિહાસે સાબિત કરી આપ્યું કે નેહરુ
પાસે આમાંનો એકેય ગુણ નહોતો. એમણે કરેલી ભૂલોનું
મોંઘું મૂલ્ય રાષ્ટ્ર આજદિન સુધી ચૂકવી રહ્યું છે.
રાજાજીએ પાછળથી પસ્તાવો વ્યક્ત કરતાં કહ્યું કે
સરદાર પટેલને વડાપ્રધાન બનાવવા માટે પોતે કેમ
કોઇ પ્રયત્ન ન કર્યો?
આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રશ્ન હોય કે
કાશ્મીરનો પ્રશ્ન હોય,
બિનસાંપ્રદાયિકતાનો પ્રશ્ન હોય કે
આતંકવાદનો પ્રશ્ન હોય, વંશવાદનો પ્રશ્ન હોય કે પ્રાંતવાદનો પ્રશ્ન હોય-
દરેક પ્રશ્નમાં રાષ્ટ્રને પીડા આપી રહ્યો છે, અને
એટલે જ લોકોને આજે પણ લાગે છે કે સરદાર પટેલ
દેશના પ્રથમ વડાપ્રધાન હોત
તો દેશની દિશા અને દશા કંઇક અલગ જ હોત'

3 comments:

  1. Gujarat na badhaj upper primery na bhasha na siksako namaste
    je bhasha na siksak je godhara,chhota udepur,vadodra na hoy ane AHWA DANG,NAVSARI,K VALSAD JILLA MA NOKARI KARTA HOY ANE ARAS PARAS KARVA MAGTA HOY TO AA NO. PAN JAN KARO
    9586472694 SARJAN NAIK

    ReplyDelete
  2. Gujarat na badhaj upper primery na bhasha na siksako namaste
    je bhasha na siksak je godhara,chhota udepur,vadodra na hoy ane AHWA DANG,NAVSARI,K VALSAD JILLA MA NOKARI KARTA HOY ANE ARAS PARAS KARVA MAGTA HOY TO AA NO. PAN JAN KARO
    9586472694 SARJAN NAIK

    ReplyDelete